Skip to main content

Posts

#1 :- પ્રેમ યુદ્ધ

અહી આવનારા તમામ પાત્રો એ લેખકની પોતાની કલ્પના છે. અહી બનનારી તમામ ઘટનાઓ કાલ્પનિક છે.


આ એક બંડખોર પ્રેમીની કહાની છે.

આજે કલમ હાથમાં પકડાતી નથી. આંખો દુ:ખે છે. કઇ સ્પષ્ટ વંચાતું નથી. છતાં મારે લખવું છે, કેમ કે મારે આજના નેતાઓને જણાવવાનું છે કે લોકોનો પ્રેમ પ્રાપ્ત કેમ કરી શકાય છે ? આ કહાની રવિ શર્માની છે. કદાચ હજુયે લોકો આ નામને ભૂલી નથી શકતા. ગામોમાં લોકો આજેય દિવસમાં એક વાર આ વ્યક્તિનું નામ તો લે જ છે. હું રવિનો ચડ્ડી બડ્ડી હતો. એટ્લે કે બાળપણનો મિત્ર હતો. હું બીકણ હતો અને રવી બહાદુર હતો એવું મને લાગતું . સાહેબ જ્યારે લેશન આપે એટ્લે હું દરરોજ પૂરું કરીને લઈ જાઉં. રવિ ક્યારેય લેશન પૂરું ના કરી શકે. અને આખો દિવસ રખડે એતો વધારાનું . સાહેબ રોજ તેને ફટકારતાં અને તે માર ખાતો. મે તેને કહ્યું હતું કે ,” તું કેમ રોજ માર ખાય છે ? લેશન લખીને લાવને તો તને સાહેબ માર ના મારે .” તેણેમને જવાબમાં એટલું જ કહેલું કે,” તારે લખવું છે એ તારી મરજી છે અને મારે નથી લખવું એ મારી મરજી. હું ક્યારેય તને એમ કહું છુ કે માની જાને ?! આજનો દિવસ ના લખ. તો પછી તું મને કેમ લખવા માટે કહે છે ? “ મારે ભણીને ડોક્ટર બનવું હતું. …
Recent posts

સંજય થા......

આજે હું મારી અંદર ચાલનારા વિચારોને સહી શકતો નથી. મન મને વારંવાર એ દિવસોમાં પાછું લઈ જઇ રહ્યું છે, જે દિવસો મારે ભૂલવા છે.                 સૌથી વધુ એ દિવસ યાદ આવે છે કે , જ્યારે હજુ માંને દેવ થઈ ગયે અઠવાડિયું પણ નહોતું થયું અને બાપા પણ દેવ થઈ ગયા. બાપા તેમના દેવ થયાની આગલી રાતે મને કહેતા હતા કે,” સંજય, દિકરા !! આ અજય તો મને નથી સમજ્યો કે નથી સમજી શકવાનો, પણ તું મારા જેવો જ છે એટલે તું મને સમજી શકીશ. તું મને માફ કરી દેજે . હોં........”              બાપાના આ વાક્યો મને જ્યારે બાપાના મિત્ર રમણલાલ વકીલ તેમની વિલ લઈને મારા ઘરે આવ્યા ત્યારે સમજાણું. વિલમાં લખ્યું હતું કે ,” હું અરવિંદ ભાઈ કિ. મજમુદાર, મારા પુરા હોશવાજમાં , મારા પૂર્વજો તરફથી મળેલી અને મેં ભેગી કરેલી તમામ જાયદાદ અને રોકડ કમાણી મારા ત્રણ દિકરા  અજય , સંજય અને વિજયના નામે કરું છુ. આ વિલમાં લખાયેલ શબ્દો સાંભળતા અમારા હોશ ઊડી ગયા, કેમ કે મારા બાપાના અમે બે જ દીકરા હતા. એક મારા મોટા ભાઈ અજય અને બીજો હું સંજય.”               મારા બાપાએ કહ્યું હતું તે મારા મોટા ભાઈ આ વાત સ્વીકારવા જ તૈયાર નહોતા. જ્યારે મારા મનમાં બાપાએ કહેલ…

ભાષા- એક પ્રત્યાયન માધ્યમ

ભાષા વિશે જ્યારે કોઈ વ્યક્તિને પૂછવામાં આવે, ત્યારેતે જવાબમાં કહેશે કે ભાષા એટલે વ્યાકરણ અને સાહિત્ય !!! શું આ હસવા જેવી વાત નથી કે આપણાં માટે ભાષા બસ, વ્યાકરણ અને સાહિત્યમાં જ પૂરો થઈ જતો વિષય છે. ભાષા એ આપણી સમજશક્તિ અને બુદ્ધિને પ્રદર્શિત કરે છે. જરા, વિચાર કરી જુઓ આપણે જે ભાષા બોલીએ છીએ તે શુંગુજરાતી છે ? મને તો આ ગુજરાતી નથી લાગતી. આપણે જે વ્યવહારમાં વાપરીએ છીએ તે ભાષા છે. ગુજરાતી, અંગ્રેજી , ઉર્દુ , તામિલ, તેલુગુ , એ તો આપણાં આ પ્રત્યાયન માધ્યમને ઓળખવા માટે અપાયેલું લેબલ છે. ભાષા એ કઈ વિજ્ઞાનની માફક તર્ક કરવાનો વિષય નથી. ભાષા તો આપણી આસપાસ ઘટતી કોઈ પણ પ્રકારની ઘટનાને કોઈ બીજી વ્યક્તી સુધી પહોચાડવા માટેનો એક પુલ છે. હવે, તમારા પર આધાર રાખે છે કે તમે કેટલા સહેલા શબ્દો અને અર્થસભર વાકયોનો ઉપયોગ કરીને કોઈ ઘટનાને કોઈ બીજી વ્યક્તી આગળ ખડી કરી શકો છો. આપણી શાળાઓ-મહાશાળાઓમાં ભણતા આપણાં વિદ્યાર્થીઓને જ્યાં સુધી પ્રત્યાયન માધ્યમ તરીકે ભાષાનો ઉપયોગ સમજાવવામાં નહી આવે ત્યાં સુધી આપણી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ભાષાનાં નીરસ તાસ ( પીરીયડ ) માં બગાસા ખાતા રહેશે. છેલ્લે કેટલાક એવા અગ્રેજી શબ્દો જે…

તૃષ્ણા

ઘોર અંધારી રાત હતી. ચારેકોર રાત્રીની કાલીમાં ઢળી હતી. આટલા રોમેન્ટીક માહોલમાં મારી બાજુમાં આશા જેવી સુંદર છોકરી બેઠેલી હતી. આસપાસ ફરતા બધા લફંગાઓની નજર આશા તરફ હતી અનેઆશાની નજર મારા તરફ મંડાયેલી હતી. જાણે કઈક પૂછવાનું હોય એમ એ મારી સામે જોઈ રહી હતી. હું હારેલો જુગારી થઈને તેની સામે જોઈ રહ્યો હતો. તે એક પત્રકાર હતી. તેની અને મારી મુલાકાત અમારા શહેરના પુસ્તકાલયમાં થઈ હતી. હું પુસ્તકોનો શોખીન હતો. ઘણું વાંચ્યું હતું. બસ, આ વાંચવાનો શોખ હતો, જે મારી અને આશાની વચ્ચે સરખો હતો. “સંજય , સમય વીતી રહ્યો છે. બોલ તારેજે કહેવાનું હોય તે કહી દે. “મારા મૌનથી કંટાળી તે બોલી॰ મારે તેને એક કહાની કહેવાની હતી. મારી કહાની, જેનો હીરો હું હતો અને વિલન મારા મા-બાપ........... “ હવે , હું તને જે કહું એને તું ધ્યાન દઈને સાંભળજે. આ સાંભળ્યા બાદ જો તને એવું લાગે કે તું મારી સાથે જીવન નહી વીતાવી શકે તો, તું સ્વતંત્ર છે.” મારી સામે પડેલી એક સળીને ઉઠાવતા હું બોલ્યો. “ પરંતુ તને એમ કેમ લાગે છે કે હું આ વાત સાંભળ્યા બાદ તારી સાથે પરણવા તૈયાર નહી થાઉં ?” એક અણગમાની હવા અમારી આસપાસથી પસાર થઈ ગયા બાદ મે મારી વાતને આગળ વધારી…

જિંદગી ની એક જ વસંત છે , યુવાની !!!

જીંદગીની એક જ વસંત છે , યુવાની એડવર્ટાઈઝ ધ્યાન થી જોઈ હોય તો તમને ખબર હશે કે દરેક એડવર્ટાઈઝ માં ઉપર એક ફૂદડી હોય છે. આ ફૂદડી એમ કહેવા માગે છે કે શરતો લાગુ. એમ ઉપર જે વાક્ય લખ્યું છે તેમાં પણ આવી ફૂદડી છે ,જે કહેવા માગે છે કોઈ પણ પ્રકારની શરતો લાગુ નથી. હા, યુવાની માટે કોઈ શરતો નથી. યુવાની એટ્લે શું ? જરા,વિચાર માગી લે એવો આ પ્રશ્ન છે. આપણી સામાન્ય સમાજ એવું કહે છે કે, ઉમર જ્યારે 19 થી 35 ની વચ્ચે હોય ત્યારે યુવાની કહેવાય. કદાચ, શારીરિક દ્રષ્ટીએ આ શક્ય છે. કારણ કે આ શરીર એક ઉમર સુધી જ યોગ્ય રીતે કાર્યરત રહી શકે છે. પરંતુ માનસીક દ્રષ્ટીએ આ યોગ્ય નથી. પ્રૌઢ માણસ પણ માનસીક દ્રષ્ટીએ યુવાન હોઇ શકે. કેવી માનસીકતાને આપણે યુવાની કહીશું ? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તીએ વ્યક્તીએ બદલાય છે. મે પ્રયત્ન કર્યો કે હું આ યુવાની ની માનસીકતાને વર્ણવી શકું. જ્યારે કોઈ વ્યક્તી આ પ્રકારનું વિચારે કે , “ આ દુનિયાના પ્રમાણે આપણે ચાલવાનું? આ દુનિયા કહે કે આ પ્રકારનું ભણો એટલે આપણે એ પ્રકારનું ભણવાનું , આ દુનિયા કહે કે આપણે આ પ્રકારની નોકરી કરવાની એટ્લે આપણે એ પ્રકારની નોકરી લેવા પોતાની જાતને હોમી દેવાની , આ દુન…

મારે માનવી નથી થાવું !!!!!

ચિત્રગુપ્તે મને ઓર્ડર આપતાં કહયું કે,“ આત્મા નં. 1,44,444. યમરાજના હુકમથીતને વાનરનો અવતાર આપવામાં આવે છે.”આ અવાજ સાંભળી હું તેની સામે જોઈ રહયો. મને કાંઇ સમજાતું નહોતું, આ બધું શું થઈ રહ્યું હતું ? ત્યાંતો અચાનક એક સફેદ પ્રકાશ થયો અને હું અહી આવી ગયો ................. રામપરા ગામનો હું પણ રહેવાસી છું, પરંતુ તેની જાણ કદાચ તમને અહીની મતદાર યાદી ચેક કરવાથી નહી પડે. કારણ કે હું અહી એક વાંદરો છું. આ તુચ્છ મનુષ્યો માટે. મારા જન્મ સમયે કદાચ મારી મા મારી પાસે હતી, પરંતુ અમારે વાંદરાઓનેથોડું મનુષ્યો જેવુ હોય છે. મનુષ્યો તો પોતાનું આખું જીવન પોતાની મા પાસે રહીને ગુજારે છે. અમારી માઓ તો અમે સરખું ખાતા પણ ના શીખ્યા હોય અને અમને મૂકીને જતી રહે છે.
અહી મને કોઈ તકલીફ પડતી નથી. સમય થાય એટ્લે આ ગામના લોકો ખાવાનું મૂકી જાય છે. તેમને લાગે છે, કે તેઓ પુણ્ય નું કાર્ય કરી રહ્યાં છે. ભલે , તેઓ ગમે તે માનતા હોય પણ આપણું પેટ ભરાય છે એટ્લે વાત પતી. મારે બીજા વાદરાઓની માફક પેટ માટે રખડવાનું હોતું નથી , તેથી હું આખો દિવસ કુદરતે બનાવેલા સૌથી નાયાબ આજુબા સમાં આ મનુષ્યોનું નીરીક્ષણ કર્યા કરું છું. જોઉં છું , આ મનુષ્યો…